Navchetan U.B. Highschool - Kelkuva
Navchetan U.B. Highschool - trustactivities

ટ્રસ્ટનાં હેતુઓ

પંચમહાલ અને વડોદરા જિલ્લાઓમાં તેની આજુ બાજુનાં વિસ્તારમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ કે કોમના ભેદભાવ સિવાય જેવી કે બાળ કેળવણી, પ્રાથમિક, માધ્યમિક કેળવણી તથા માનસિક, નૈતિક અને તે અંગે જરૂરી સંસ્થાઓ ઊભી કરવી, તેનુ સંચાલન કરવું.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

પંચમહાલ અને વડોદરા જિલ્લો અને તેની આજુબાજુ નો વિસ્તાર.

ટ્રસ્ટ ની પ્રવૃતિઓ

ટ્રસ્ટ ઉદેશ્ય પાર પાડવા માટે નીચેની પ્રવૃત્તિઓ કરશે.

પંચમહાલ, દાહોદ અને વડોદરા જિલ્લાના ગામોમાં માધ્યમિક શાળાઓ માધ્યમિક છાત્રાલયો બહેZનો માટે છાત્રાલયો ચલાવવા તથા આશ્રમ શાળાઓ બાળકલ્યાણ કેન્દ્રો શૈક્ષણિક વિષયક ટ્રેનીંગ કોલેજો ખોલવી તથા પોષક આહાર કેન્દ્રો ખોલવા અને તેની પ્રવૃત્તિઓ વિકસાવવી.

માધ્યમિક શાળા, છાત્રાલયો આશ્રમો પુસ્તકાલયો, વ્યાયામ શાળાઓ ઔદ્યોગિક અને ખેતીવાડી શાળાઓ તથા આશ્રમ શાળાઓ ખોલવાના પ્રયત્નો કરવા તથા સંચાલન કરવા અને તાલીમ કેન્દ્રો ખોલવા આમ કેળવણીકીય તમામ પ્રવૃત્તિઓ કરશે.

આ મંડળની શાળામાં અભ્યાસ કરતાં અથવા આ શાળામાંથી અભ્યાસ પૂરો કરી આગળ અભ્યાસ કરવા જતા હરકોઇ ગરીબ અને લાયક વિદ્યાર્થીને અભ્યાસ અર્થે આગળ મોકલવા.

સરકારી કાયદાને આધિન રહીને કલમ ૪,૫ ના ઉદ્દેશ્યોને પાર પાડવા દાન ટ્રસ્ટ ફંડો શરતી અગર બિનશરતી સ્થાવર જંગમ રોકડ દેણગીઓ સ્વીકારશે. (પી.ચી.ઓ.)

સંસ્થાના હેતુઓ બર લાવવા જરૂર પડે
(ક) સ્થાવર મિલ્કતો ભાડે લેશે.
(ખ) સરકારી અનુદાન અગર લોન લેશે. ખાનગી વ્યક્તિઓની લોન થી.

મંડળની મિલ્કતો મંડળના હિત માટે વેચશે તથા સૂધારો કરશે કે અન્ય રીતે વ્યવસ્થા કરશે.

મંડળના કાર્ય માટે જરૂરી મકાનો બાંધશે.

માધ્યમિક શારીરિક તેમજ સાંસ્કૃતિક વિકાસ થાય તેવા હેતું વાળી કોઇ પણ સંસ્થા સાથે સંબંધ બાંધશે તેના સભાસદ થશે અને તેની તરફથી મદદ સ્વીકારશે.

સામાન્ય રીતે જ્ઞાનની વૃધ્ધિ થાય તેવી પરીક્ષાઓ લેશે અને તેવી પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેસાડશે.

શારીરિક અને રમત ગમતનાં તેમજ સામાન્ય રીતે સંસ્કાર પ્રચાર અર્થે મેળાવડા યોજાશે. તથા મેળવવાઓમાં ભાગ લેશે અને તે અંગે જરૂરી ખર્ચ કરશે.