Navchetan U.B. Highschool - Kelkuva
Navchetan U.B. HighSchool - Rulesregulations

નિતિ નિયમો

શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા ની માહિતી

શાળાનું શૈક્ષણિક વર્ષ જુન માસમાં શરૂ થાય છે. અને તે બે સત્રનુ હોય છે. પ્રથમ સત્ર જુનથી ઓક્ટોબર એટલે કે દિવાળી સુધી અને બીજુ સત્ર દિવાળી વેકેશન બાદ અટલે કે નવેમ્બરથી અપ્રિલ સુધિનું હોય છે. શાળામાં એડમીશન મેળવવા માટે પ્રથમ સત્રમાં મે-જુન માસમાં શાળામાંથી ફોર્મ મેળવી તેમાં સંપૂર્ણ વિગતો ભરી સાથે એલ.સી. અને માર્કસીટ તથા બે ફોટા જોડી શાળામાં આપવાનું હોય છે. તે ચકાસી વિદ્યાર્થીને શાળામાં એડમીશન આપવામાં આવે છે.

એસ.એસ.સી. માં ધો-૯ પાસ થઇ એડમીશન લેવા માંગતા વિદ્યાર્થીઓ તેમજ ધો-૧૦ માં રીપીટર તરીકે દાખલ થવા માંગતા વિદ્યાર્થીનું જો એસ.એસ.સીં પરીક્ષાનું કેન્દ્રનું સ્થળ બદલાતું હોય તો જિ. શિક્ષણાધિકારીશ્રી દાહોદની કચેરી માંથી મંજૂરી મેળવ્યા બાદ તેને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.

દરેક નવા દાખલ થનાર વિદ્યાર્થીઓની એલ.સીં અને માર્કસીટ ની પૂર્વશાળા માંથી ખરાઇ કરાવવામાં આવે છે.